નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત કરવામાં આવશે. આ અંગે ચૂંટણી પંચ બપોરે 2.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાનો વિધાનસભા કાર્યકાળ અનુક્રમે 12 માર્ચ, 15 માર્ચ અને 22 માર્ચે પૂર્ણ થશે. માર્ચમાં પૂર્ણ થતી વિધાનસભાની ટર્મ પહેલા ચૂંટણીનું આયોજન થઇ શકે છે.