5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી લઈને તમામ રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરવામાં લાગી ગયા છે. વિવિધ પક્ષોના દિગ્ગજ નેતાઓ જુદા જુદા રાજ્યોમાં જઈને ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે, તો ચૂંટણી પંચ પણ શાંતિપૂર્ણ, કોઈપણ અવરોધ વિના ચૂંટણી યોજવા માટે સજ્જ થઈ ગયું છે, ત્યારે 5 રાજ્યોની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે આજે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે 7થી 30 નવેમ્બર સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવ્યો છે.