ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની 'ફ્રિકવન્સી' સાથે ચેડા કરીને ઈવીએમ હેક કરવાનો દાવો કરનાર એક વ્યક્તિ સામે મુંબઈ પોલીસની સાયબર બ્રાન્ચે કેસ દાખલ કર્યો છે. આ અંગે માહિતી આપતા ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ આ મામલે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદમાં કહેવાયું છે કે, આરોપી સૈયદ શુજા દ્વારા ખોટો અને પાયાવિહોણો દાવો કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે 30 નવેમ્બરના રોજ, દક્ષિણ મુંબઈના સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટ હેઠળ આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો.