ઈંડોનેશિયામાં મંગળવારે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન મેડિટેરિનિયન સીસ્મોલૉજિકલ સેન્ટર(EMSC)એ કહ્યુ કે ઈંડોનેશિયાના તનીંબર ક્ષેત્રમાં ભૂકંપ પૃથ્વીની સપાટીથી 97 કિલોમીટર(60.27 માઈલ) નીચે ઉંડાણમાં હતો. ઈંડોનેશિયાએ ભૂકંપ આવ્યાના ત્રણ કલાક પછી સુનામીની ચેતવણી જાહેર કરી હતી પરંતુ દરિયાના સ્તરમાં કોઈ ફેરફાર ન જણાતા ચેતવણી પાછી લેવામાં આવી હતી.