ઉત્તર પ્રદેશના કાનપુરની એક સરકારી હોસ્પિટલમાં 14 બાળકોને સંક્રમિત લોહી ચઢાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બાળકોને HIV AIDS, હેપેટાઈટિસ B અને C જેવી બીમારીઓ થઈ ગઈ છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર અને યુપી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ડબલ એન્જિનની સરકારે આરોગ્ય વ્યવસ્થાને પણ ડબલ બીમાર કરી નાખી છે.