મોટાભાગના ડૉક્ટર કે જેઓ પેશન્ટને મેડિસિનની સાથે સાથે પ્રિસ્ક્રિપ્શન પણ અંગ્રેજીમાં જ લખીને આપતા હોય છે. ત્યારે અમદાવાદના ડૉક્ટર પ્રવીણ કાનબારા અંગ્રેજીના સ્થાને રાષ્ટ્રભાષા હિન્દી તેમજ માતૃભાષા ગુજરાતીમાં જ પ્રિસ્ક્રિપ્શન લખીને આપે છે જેથી દર્દીઓને સમજવામાં સરળતા રહે.
આ અંગે ડૉક્ટર પ્રવીણ કાનબારાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, 'હું છેલ્લા 30થી વધારે વર્ષથી હિન્દી તેમજ ગુજરાતમાં પ્રિસ્કિપ્શન લખું છું. કેમ કે, મોટાભાગના પેશન્ટ અંગ્રેજી નથી સમજતા જેથી તેમને પૂછવા માટે ફરી પાછા આવવું પડતું હતું. તેથી મેં રાષ્ટ્રભાષા અને માતૃભાષામાં લખવાનો પ્રયોગ કર્યો. જો કે, પ્રિસ્કિપ્શનના શબ્દો ક્લિયર રીતે સમજાય તે હેતુથી છેલ્લા 10 વર્ષથી લેપટોપથી ટાઈપ કરી આપવાનું શરૂ કર્યું છે સાથે સાથે હિન્દી કે જે આપણી રાષ્ટ્રભાષા છે તેનું મહત્વ પણ જળવાય છે.'