ગુજરાતનો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાં 1000 થી વધુ યુવાનો પાંચ જગ્યાઓ માટે નોકરીની અરજી કરવા પહોંચ્યા હતા. ભરચક ભીડ અને નાસભાગ જેવી સ્થિતિ વીડિયોમાં જોઈ શકાય છે. એવામાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ વાયરલ વીડિયો પર ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ભારતમાં બેરોજગારીની બિમારીએ મહામારીનું સ્વરૂપ લીધું છે.
ગુજરાતમાં એક વાયરલ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા હતા. અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં 5 પોસ્ટની ખાલી જગ્યા માટે લગભગ 1000 યુવાનોએ અરજી કરી હતી. 10 સ્થળોએ યોજાયેલા ઈન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. પરિણામે સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. કેમિકલ ફેક્ટરીમાં શિફ્ટ ઇન્ચાર્જ અને પ્લાન્ટ ઓપરેટર સહિતની વિવિધ જગ્યાઓ માટે વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારોની જગ્યા ખાલી હતી.