એક એપ્રિલથી આઠ ઓકટોબર વચ્ચે ડાયરેકટ ટેક્સ કલેક્શનમાં 24 ટકાનો વધારો થયો હોવાનુ નાણા મંત્રાલયનુ કહેવુ છે.
મંત્રાલયના જણઆવ્યા અનુસાર ડાયરેકટ ટેક્સ કલેક્શન વધીને 8.98 લાખ કરોડ રુપિયા પર પહોંચ્યુ છે.જેમાં કોર્પોરેટ આવક પરના ટેક્સમાં 16.74 ટકાનો અને વ્યક્તિગત આવક વેરા કલેક્શનમાં 32.30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આંકડા પ્રમાણે એક એપ્રિલથી આઠ ઓક્ટોબર વચ્ચેનુ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ગયા વર્ષના આજ સમયગાળા કરતા 23.8 ટકા વધારે છે.રિફંડની ગણતરી બાત કરવામાં આવે તો ડાયરેકટ ટેક્સ 7.45 લાખ કરોડ રુપિયા થવા જાય છે.જે ગયા વર્ષ કરતા 16.3 ટકા વધારે છે.