એસ જી હાઇવના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતના કેસની તપાસમાં વિશેષ ટીમ દ્વારા કરવાની સુચના આપવામાં આવી છે. તે સાથે ખુદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પણ વ્યક્તિગત રીતે આ મામલે તપાસ કરી હતી. જેમાં અમદાવાદ શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે તથ્ય અને તેના મિત્રોની પુછપરછ કરી હતી. સાથેસાથે ડીજીપીએ આ સમગ્ર ઘટનાની તપાસ અંગેને રિપોર્ટ નિયમિત રીતે પહોંચતો કરવા માટે સુચના આપી હતી.ઇસ્કોન બ્રીજ પર જીવલેણ અકસ્માત મામલે રાજ્યના મુખ્યમંત્રીએ પોલીસને તપાસની સુચના આપતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની વિશેષ ટીમ દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ખુદ તથ્ય પટેલની સમગ્ર મામલે પુછપરછ કરી હતી. વિકાસ સહાય સવારે શાહીબાગ પોલીસ કમિશનર કચેરી આવ્યા હતા.ં સરખેજથી તથ્ય અને કારમાં તેની સાથે હાજર મિત્રોને પોલીસ કમિશનર કચેરી લવાયા હતા. જ્યાં ખુદ ડીજીપીએ એક કલાક સુધી તમામની પુછપરછ કરી હતી.સુત્રોના જણાવ્યા મુજબ તથ્યએ કારની ઓવર સ્પીડની વાત ઉચ્ચ અધિકારીઓ પાસે કબુલી છે. આમ, સમગ્ર મામલે ડીજીપી એક્શન મોડમાં આવતા અમદાવાદ પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ કેસમાં ડીજીપીએ અમદાવાદ પોલીસને કેસની તપાસનો રિપોર્ટ નિયમિત રીતે સોંપવામ માટે પણ તાકીદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.