મહાઠગ કિરણ પટેલના કાળા કરતૂતોની વિગતો ઉચ્ચસ્તરેથી માંગવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કિરણ વિરૂધ્ધ કેટલી ફરિયાદ, કેટલી અરજી તેમજ કેટલી રજૂઆત થઈ તે તમામ બાબતોની વિગતો એકત્ર થઈ રહી છે. કિરણને પોલીસે તાર્યો હવે ડૂબાડવાની તૈયારીમાં સામેલ થયાની ચર્ચા પણ લોકમુખે થઈ રહી છે. કૌભાંડી કિરણના કારનામાની વિગતો મેળવવા પાછળ તેની વિરૂધ્ધ કડક કાર્યવાહી થશે તેવા એંધાણ સ્પષ્ટ થઈ રહ્યા છે.