ગોવામાં તાજેતરમાં જ મંત્રીમંડળમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં શામેલ થવાને લીધે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું હતું. ભાજપે પોતાના જ વર્ષોથી મહેનત કરતા નેતાઓને સાઇડલાઇન કરી દીધા હતા.
ગોવામાં ભાજપે વિજય સરદેસાઈને નાયબ મુખ્યમંત્રીના પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યા હતા. જેના પર વિજય સરદેસાઈ ભડકી ગયા છે અને તેમણે કહ્યું હતું કે, આજે મનોહર પારિકરની બીજીવાર મોત થઇ છે, એક 17 માર્ચના રોજ અને એક આજે.
વિજય સરદેસાઈએ કહ્યું હતું કે, કોંગ્રેસના 10 ધારાસભ્યોને ભાજપમાં શામેલ કરવા દિવંગત મુખ્યમંત્રી મનોહર પારિકર દ્વારા સ્થાપિત પરંપરાને ખત્મ કરવી છે. પારિકરની બે વાર મોત થઈ છે. તેમનું દેહાવસાન 17 માર્ચે થયું, જ્યારે આજે તેમની રાજનૈતિક પરંપરા પૂરી થઇ ગઇ. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે 4 મંત્રીઓને પોતાના કેબિનેટમાંથી હટાવી દીધા હતા.