દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીની મતગણતરીથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, કેજરીવાલ ફરીથી સત્તા પર આવશે. રુઝાનોમાં બહુમત મળતો જોઈને AAPના કાર્યકર્તાઓએ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. દરમિયાન સંજય સિંહે જણાવ્યું કે, "દિલ્હી ચૂંટણીને ભારત પાકિસ્તાનની મેચ ગણાવી હતી. કેજરીવાલને આતંકવાદી પણ કહેવાયા અને આજે સાબિત થઈ ગયું કે, ભારત જીતી ગયુ."