UP પોલીસમાં નોકરીનું સપનું જોઈ રહેલા યુવાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટની માંગ કરી રહેલા યુવાનોને યોગી સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વખતે પોલીસ ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવા માટે મુખ્ય સચિવ ગૃહને સૂચના આપી છે. સીએમ યોગી આદિત્યનાથે યુપી પોલીસમાં કોન્સ્ટેબલ ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટ અંગે DGP અને મુખ્ય સચિવ ગૃહને નિર્દેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી બોર્ડ ટૂંક સમયમાં જ કોન્સ્ટેબલની ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટનો આદેશ જારી કરશે.