અમદાવાદ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા 11 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે જ્યારે ગઈકાલે એક નાયબ મામલતદારનું કોરોનાને કારણે મોત થતાં મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓ પરપ્રાંતિયોને વતન મોકલવાની કામગીરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે એક તરફ પરપ્રાંતિય શ્રમિકોએ વસ્ત્રાપુર IIM રોડ પર પથ્થરમારો કર્યો છે અને બીજી તરફ તેમને વતન મોકલવાની કામગીરી કરનારા મહેસુલ વિભાગના જ કર્મચારીઓ કામથી દૂર રહેતા પરપ્રાંતિયોની મુસીબતો સાથે સરકારની પણ મુસીબત વધી રહી છે. જો મહેસુલ કર્મચારી આ કામગીરીથી અળગા રહેશે તો પરપ્રાંતિયોને વતન કોણ મોકલશે ? તેવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે.આમ પરપ્રાંતિયોની મુસીબતો દૂર થવાની જગ્યાએ સતત વધી રહી છે.
ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ વિરમ દેસાઈએ જણાવ્યું હતું કે, ઉચ્ચ સ્તરે આ બાબતે યોગ્ય તકેદારી ગોઠવવા માટે ગત તારીખ 13 મે ના રોજ રજુઆત કરવામાં આવી પણ કોઈ વ્યવસ્થા થઈ નહોતી. પરપ્રાંતિયોને વતન મોકલવાની તમામ કામગીરી મહેસુલ કર્મચારીઓ પર નાખી દેવાઈ જેમાં ટ્રેનનું ભાડું પણ ઉઘરાવવાનું હતું. ચલણી નોટની હેરાફેરી સુપર સ્પ્રેડર હોવા છતાં કર્મચારીઓ પાસે ભાડું એકત્ર કરાવાનો સરકારે આગ્રહ રાખ્યો હતો. જેથી સિધુ સંક્રમણ ફેલાય તેવી શક્યતાઓ છે. સરકાર યોગ્ય વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી પરપ્રાંતિયોને વતન મોકલવાની કામગીરીથી અમે અળગા રહીશું, પણ બીજી કામગીરી ચાલુ રહેશે.