પ્રધાન મંત્રી પાકવીમા યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ ગત ખરીફ સીઝન 2018-19 દરમિયાન મુખ્યત્વે મગફળી અને કપાસ પાકના વધારે વાવેતર કર્યું હતું અને એ મુજબ ખેડૂતોએ મગફળી અને કપાસ પાક માટે પાકવિમો લીધો હતો રાજ્યના અન્ય જિલ્લાઓમાં કપાસનો પાકવિમો જાહેર થઈ ગયો છે પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કપાસનો પાકવીમો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી જે દુઃખદ બાબત છે આ વિશે ગુજરાત કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયા સહીત ખેડૂતો દ્વારા વિરોધ નોંધાયો છે.
ગત વર્ષની ખરીફ સીઝન 2018-19 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 95 તાલુકાઓ ને અછતગ્રસ્ત કે સ્પેશિયલ પેકેજ આપી ખેડૂતોના પાક નિષ્ફળ ગયા તેના બદલામાં આર્થિક સહાય આપવામાં આવી હતી. રાજ્ય સરકારે પાક નિષ્ફળ ગયો છે એ સ્વીકારી નિષ્ફળ પાકનું વળતર ખેડૂતોને આપી એ વાતનો સ્વીકાર કર્યો છે કે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે આ ઉપરાંત રાજ્ય સરકાર અને પાકવીમા કંપનીએ મગફળી પાક માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ 70 થી 75% પાકવિમો મંજુર કર્યો છે અને ખેડૂતોને ચૂકવાઇ પણ ગયો છે પરંતુ કપાસનો પાકવિમો હજુ સુધી ચુકવવામાં આવ્યો નથી જે તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વાયુ વાવાઝોડા સમયે આવેલા વરસાદી ઝાપટામાં આપણાં જિલ્લામાં ખેડૂતોએ વાવણી લાયક વરસાદ સમજી વાવેતર તો કરી દીધા છે. ખેડૂતોએ મગફળી અને કપાસ બન્ને પાકના વાવેતર કરી અત્યારે કુદરત તરફ મીટ માંડી કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વાયુ વાવાઝોડા સમયે પડેલ વરસાદ બાદ એક મિલીમીરર વરસાદ જિલ્લામાં ક્યાંય નોંધાયો નથી. આપણા જિલ્લામાં સિંચાઇની સગવડ ન હોય પાકનો સંપૂર્ણપણે આધાર વરસાદ પર જ રહે છે અને વાવણી પછી એક મહિનાથી વરસાદ ન પડવાના કારણે અત્યારે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે ખેડૂતના મોંઘાં દવા બિયારણ અને ખાતર તો ખરાબ થયા જ છે. સાથે સાથે ખેડૂતોના સપના રોળાઈ ગયા છે આખી મોસમ નિષ્ફળ જવા બરાબરની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે ખેડૂતોની સાથે સાથે ખેતી પર આધારિત ખેત મજૂરોની હાલત પણ કફોડી થઈ છે એમની પાસે કોઈ રોજગાર ન હોય બે ટંક નો રોટલો રળવાના ફાંફા પડી રહ્યા છે આવી વિકટ પરિસ્થિતિમાં ખાનગી પાકવિમાં કંપની ને બોલાવી પાકની નિષ્ફળતા અંગે સર્વે કરાવી ખેડૂતોને પાકવિમાના દાવા ની રકમના 25% અત્યારે જ તાત્કાલિક ચુકવવામાં આવે, બાકીના દાવા અંગે પાકવિમાં યોજનાની જોગવાઇઓ મુજબ નિયત સમયે ક્રોપ કટિંગ કરી વધઘટ સરભર કરવામાં આવે, મહાત્મા ગાંધી નરેગા યોજના કે એના જેવી કોઈપણ બીજી યોજના અંતર્ગત ખેતમજૂરો ને રોજગારની વ્યવસ્થા કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી.
2018-19 ખરીફ સિઝન નો કપાસનો પાકવિમો તાત્કાલિક ચુકવવામાં આવે, ચાલુ વર્ષ 2019-20 માં સુકાઈ રહેલા પાકનું સર્વક્ષણ કરાવી પાકવિમાં યોજનાની જોગવાઈ મુજબ 25% ઓન એકાઉન્ટ રકમ ખેડૂતોને ચુકવવામાં આવે તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવણી ના વરસાદ પછી સતત એક મહિના ઉપર નો સમય વીતવા છતાં હજુ વરસાદ નો એક છાટો પણ પડ્યો ન હોય અછટગ્રસ્ત ના મેન્યુઅલ મૂજબ એક વરસાદ પછી સતત ચાર અઠવાડિયામાં વરસાદ ન પડે તો અછટગ્રસ્તની કાર્યવહી હાથ ધરવી જોઈએ તે નિયમ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અછટગ્રસ્તની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે આંધળી, બહેરી અને મૂંગી સરકારને ઢંઢોળવા ખેડૂતોએ માનવ સાંકળ રચી આંખે પાટા બાંધી અધિક કલેક્ટર ને આવેદન આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.