વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે આઠ કલાકે દેશજોગ સંબોધન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એ રદ કરવા અંગે તેમણે સમગ્ર દેશવાસીને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, એક રાષ્ટ્ર તરીકે, એક પરિવાર તરીકે આપણે સાથે મળીને આપણા દેશને અખંડ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. અહીંયાં દાયકાઓથી એવી વ્યવસ્થા હતી જેના કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ભાઈ-બહેનોને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ ગેરબંધારણીય કાયદાઓ આપણા ભાઈ-બહેનોના વિકાસમાં રોડા બનીને નડતા હતા. તેમણે જણાવ્યું કે, આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એના કારણે કાશ્મીરમાં અલગતાવાદ, આતંકવાદ, પરિવારવાદનો જ વ્યાપ વધ્યો હતો. ભ્રષ્ટાચાર, પીડા, વ્યથા, અન્યાયમાં વધારો થયો હતો. કેટલાક પરિવારો અને પાકિસ્તાન દ્વારા આ આર્ટિકલની મદદથી જ લોકોની લાગણીઓ ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેના કારણે દેશમાં છેલ્લાં ત્રણ દાયકામાં ૪૨,૦૦૦ નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ છે. આ વાત યાદ કરતા પણ પણ હૃદય દ્રવી ઊઠે છે.