મોદી સરકાર પર બંધારણ બદલવા અંગે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે ૧૮મી લોકસભાના પહેલા સત્રમાં સ્પીકર ઓમ બિરલા પછી ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ ૧૯૭૫માં ૨૫મી જૂને લદાયેલી કટોકટી ભારતના બંધારણ પર કાળો ડાઘ હોવાનું કહ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, ૧૯૭૫માં દેશમાં હાહાકાર મચી ગયો હતો અને બે વર્ષ સુધી ઈમર્જન્સી લાગુ હતી. આ સમયે લોકોના બધા જ અધિકારો આંચકી લેવાયા હતા. આપણે બધા સંકલ્પ લઈએ કે બંધારણનું રક્ષણ કરીશું. જોકે, રાષ્ટ્રપતિના આ સંબોધનથી વિપક્ષ ભડક્યો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. રાષ્ટ્રપતિના સંબોધન મારફત સરકારે વિપક્ષને દર્પણ બતાવ્યું હતું.