ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મુદ્દે મુસ્લિમપક્ષકારો દ્વારા કોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી, તેને કોર્ટે ફગાવી દીધી છે. આ ઉપરાંત જ્ઞાનવાપી પરિસર હિન્દુઓને સોપવા, પૂજાનો અધિકાર આપવો અને મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની માગ કરતી અરજીને સુનાવણી માટે કોર્ટે સ્વિકારી લીધી છે.