જ્ઞાનવાપીને લઇને હિન્દુ પક્ષકારોને મોટો ઝટકો લાગ્યો છે. વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવીઝન ફાસ્ટ ટ્રેકે જ્ઞાનવાપીનો એએસઆઇ સરવે કરાવવાની માગ કરતી અરજી રદ કરી નાખી છે. જ્યારે જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ કહ્યું હતું કે કોર્ટે એએસઆઇ દ્વારા પુરા જ્ઞાનવાપી ક્ષેત્રની સુરક્ષા સિવાયના વિસ્તારમાં સરવે કરાવવાની અમારી માગણી નકારી દીધી છે.