ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના વિવાદનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. હિન્દુ અરજદારોએ માગણી કરી હતી કે જ્ઞાનવાપી મસ્જિદમાંથી જે શિવલિંગ મળી આવ્યું છે તેનો કાર્બન ડેટિંગ ટેસ્ટ થવો જોઇએ. જોકે કોર્ટે શિવલિંગના કાર્બન ડેટિંગની માગણીને નકારી દીધી હતી. જેને પગલે હવે હિન્દુ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું હતું કે હાલ મસ્જિદની અંદર કોઇ પણ પ્રકારની તપાસ કરાવવાથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે માટે આ અરજીને નકારી દેવાઇ હતી.