સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ધનંજય વાઈ. ચંદ્રચૂડ બુધવારે મુખ્ય ન્યાયાધીશ પદના શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અહીં રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50માં સીજેઆઈ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડને પદના શપથ લેવડાવશે. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના કામકાજથી ખૂબ જ સારી રીતે વાકેફ છે. જ્યાં તેમના પિતા લગભગ સાત વર્ષ અને ચાર મહિના સુધી મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા, જે વ઼ડી અદાલતના ઈતિહાસમાં કોઈ સીજેઆઈના સૌથી લાંબા કાર્યકાળ રહ્યો છે. તેઓ 22 ફેબ્રુઆરી 1978થી 11 જૂલાઈ 1985 સુધી મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા.