અખંડ ભારતનો મુદ્દો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડામાં હંમેશા માટે સર્વોપરી રહ્યો છે ત્યારે સંઘના વડા મોહન ભાગવતે હરિદ્વારમાં જણાવ્યું કે, સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. આમ તો ૨૦થી ૨૫ વર્ષમાં ભારત અખંડ રાષ્ટ્ર હશે, પરંતુ પ્રજા પ્રયાસ કરે તો માત્ર ૧૫ વર્ષમાં અખંડ ભારત બની જશે અને આપણે પોતાની આંખોથી જ દેશને અખંડ ભારત બનતા જોઈ શકીશું. ભારત હવે રોકાવાનું નથી, તેના રસ્તામાં આવનારા ખતમ થઈ જશે. આ દેશનો વિકાસ થશે તો તે ધર્મથી જ થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું કે, જે રીતે ભગવાન કૃષ્ણની આંગળી પર ગોવર્ધન પર્વત ઊઠયો હતો તે રીતે સંતોના આશીર્વાદથી ભારત ફરી નજીકના સમયમાં અખંડ ભારત બની જશે, પરંતુ પ્રજા થોડો પ્રયાસ કરે તો સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદના સપનાઓનું અખંડ ભારત ૧૦થી ૧૫ વર્ષમાં જ બની જશે.