દેશની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ હવે વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી કરતા પણ વધુ અમીર બની ગયા છે. આ સાથે તેમણે દેશના ટોચના 5 અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે.
સાવિત્રી જિંદાલની સંપત્તિ કેટલી થઈ?
હાલમાં જેએસડબલ્યુના ચેરમેન ઈમેરિટસ સાવિત્રી જિંદાલની સંપત્તિ 25 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં તેમની સંપત્તિમાં 87 ટકાનો વધારો થયો છે. બીજી તરફ અઝીમ પ્રેમજીની સંપત્તિમાં આ જ સમયગાળામાં 42 ટકા સુધીનો ઘટાડો થયો છે.