આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. વૈદિક વિધિ વિધાનની સાથે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન શરૂ થયું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજા અને હવન કર્યા પછી સેંગોલની પણ પૂજા કરી હતી. પીએમ મોદીએ રાજદંડ સેંગોલને પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હતા. આ સિવાય તેમણે ત્યાં હાજર સાધુઓના પણ આર્શીવાદ લીધા, તે પછી વડાપ્રધાન મોદીએ લોકસભામાં સ્પીકરની ખુરશીની પાસે સેંગોલને સ્થાપિત કર્યું હતુ.