અટલ સેતુ 22 કિલોમીટર લાંબો છે, જેમાંથી 16.5 કિલોમીટરનો પુલ દરિયા પર બનાવવામાં આવ્યો છે અને પુલનો બાકીનો 5.5 કિલોમીટર હિસ્સો જમીન પર છે. આ સેતુ છ લેનનો રસ્તો ધરાવે છે તેમજ મુંબઈ શહેરમાં શિવડી અને શિવાજી નગર ખાતે અને નેશનલ હાઈવે-4B પર ચિરલે ગામ નજીક ઇન્ટરચેન્જ ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુને જનતાને સમર્પિત કરશે. આ સાથે જ તેઓ નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને 30,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.
હજારો કરોડના ખર્ચે બનેલો અટલ સેતુ મુંબઈને નવી મુંબઈથી જોડશે. દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે આ પુલ નવી જીવાદોરી બનશે. આ પુલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતના વિકાસનું એક નવું ઉદાહરણ છે.એક અંદાજ મુજબ આ પુલ પરથી દરરોજ લગભગ 70 હજાર લોકો મુસાફરી કરશે.
અહીં 400 કેમેરા લગાવવામાં આવ્યા છે, આ સિવાય ટ્રાફિકના દબાણની જાણકારીને એકત્ર કરવા માટે AI આધારિત સેન્સર લગાવવામાં આવ્યા છે. અટલ સેતુ પુલ 21.8 કિમી લાંબો છે. આ પુલને આશરે 17,840 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે.
મુંબઈથી નવી મુંબઈને જોડતો આ શિવડી-ન્હાવા શેવા સમુદ્રી પુલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પુલ કેવો છે, તેની વિશેષતાઓ શું છે અને પર્યાવરણ પર તેની કોઈ અસર થાય છે કે કેમ તે આ આહેવાલમાં જાણો.
મુંબઈ પારબંદર પ્રોજેક્ટના આ પુલને 'અટલ બિહારી વાજપેયી સ્મૃતિ શિવડી-ન્હાવાશેવા અટલ સેતુ' નામ આપવામાં આવ્યું છે અને કહેવાય છે કે આ નવા માર્ગને કારણે મુંબઈથી નવી મુંબઈનું અંતર માત્ર 20 થી 22 મિનિટમાં પાર કરી શકાશે.
અટલ સેતુ 22 કિલોમીટર લાંબો છે, જેમાંથી 16.5 કિલોમીટરનો પુલ દરિયા પર બનાવવામાં આવ્યો છે અને પુલનો બાકીનો 5.5 કિલોમીટર હિસ્સો જમીન પર છે.
આ સેતુ છ લેનનો રસ્તો ધરાવે છે તેમજ મુંબઈ શહેરમાં શિવડી અને શિવાજી નગર ખાતે અને નેશનલ હાઈવે-4B પર ચિરલે ગામ નજીક ઇન્ટરચેન્જ ધરાવે છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ આ પ્રોજેકટની 24 મે, 2023નાં રોજ ચકાસણી પછી કહ્યું, "આ સેતુ ઈંધણ અને સમય બચાવશે. અમે આ પ્રોજેક્ટને મુંબઈ-પુણે હાઈવે સાથે જોડીશું, નજીકમાં એક લૉજિસ્ટિક્સ પાર્ક હશે જ્યાં લોકો આવશે અને રહેશે. આ એક ગેમ ચેન્જિંગ પ્રોજેક્ટ છે જેનો લોકોને ફાયદો થશે. અમને આ પ્રોજેક્ટ પર ખૂબ ગર્વ છે."
મુંબઈ મેટ્રોપૉલિટન ડેવલોપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા આ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે.