દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. તે પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાની આશા છે. જે દર્શાવે છે કે 2018-19માં ધીમી રહેલી અર્થવ્યવસ્થા હવે પાટા પર પરત આવી રહી છે. 2018-19માં વિકાસદર 6.8 ટકા રહ્યો છે. સર્વે પ્રમાણે છેલ્લાં 5 વર્ષમાં એવરેજ ગ્રોથ 7.5 ટકા રહ્યો છે. ગયા નાણાકીય વર્ષ (2018-19)માં નાણાકીય ખાધ જીડીપીના 3.4 ટકા રહેવાનો અંદાજ યથાવત્ રાખવામાં આવ્યો છે.