ઓક્ટોબર મહિનામાં ભારતની આયાત અને નિકાસ બંનેમાં નકારાત્મક વૃદ્ધિદર નોંધાતા વેપારખાધમાં સંકોચન થયુ છે. આજે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જેમાં ઓક્ટોબર મહિનામાં કુલ નિકાસ વાર્ષિક તુલનાએ 5.4 ટકા ઘટીને 24.82 અબજ ડોલર નોંધાઇ છે. જે દેશમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, જેમ્સ અને જ્વેલરી, લેધર અને એન્જિનિયરિંગ માલસામાનની ઓછી નિકાસને આભારી છે. નિકાસની તુલનાએ આયાતમાં બમણા દરે ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં દેશમાં માલસામાનની કુલ આયાત વાર્ષિક તુલનાએ 11.56 ટકા ઘટીને 33.6 અબજ ડોલર થઇ છે. ઓક્ટોબરમાં દેશની વેપાર ખાધ સંકોચાઇને 8.78 અબજ ડોલર થઇ છે. જે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં વેપારખાધ 11.76 અબજ ડોલર નોંધાઇ હતી.