ભારતનો આર્થિક વિકાસ રૂંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિકના તળિયે નોંધાયો છે. તેમજ વાર્ષિક ધોરણે પણ 1.5 ટકા ઘટ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.7 ટકા નોંધાયો છે. જે માર્ચ ત્રિમાસિકમાં 7.8 ટકા અને ગત નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 8.2 ટકા હતો. આરબીઆઈના પ્રથમ ત્રિમાસિક માટેના 7.2 ટકાના અંદાજ સામે પણ જીડીપી ઘટ્યો છે.