વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય પીએમ મોદી અહીં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈઆઈઆઈટી) ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરશે અને જિલ્લામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ પણ કરશે. PM મોદી ચંબામાં એક જાહેર સમારંભમાં બે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને હિમાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)ના ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.