કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં મહિલા જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સુઓમોટો નોંધ લેતા સમગ્ર દેશમાં ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષાની ખાતરી માટે પ્રોટોકોલ બનાવવા ૧૦ સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. સાથે જ સીબીઆઈને આ કેસની તપાસ સંબંધિત સ્ટેટસ રિપોર્ટ ગુરુવાર સુધીમાં રજૂ કરવા કહ્યું છે.