નાસા અને અબજોપતિ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે ગયા વર્ષથી અવકાશમાં ફસાયેલા અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા માટે ક્રૂ-10 મિશન લોન્ચ કરી દીધું છે. ક્રૂ-10 મિશન પર ડ્રેગન અંતરિક્ષયાનને લઈ જતા ફાલ્કન 9 રોકેટે નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી.