વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા છે. ગૃહમાં ભારે હંગામો કરતા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. ગૃહમાં અગ્નિકાંડ, બળાત્કારની ઘટના, પરીક્ષામાં ગોટાળા, ભરતી કૌભાંડની ચર્ચાની કોંગ્રેસે માગ કરી હતી. અયોગ્ય વર્તનને કારણે વિપક્ષના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. ટૂંકી મુદતના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે નારાજગી દર્શાવી હતી. ટૂંકી મુદ્તમાં માત્ર 2 જ પ્રશ્નો દાખલ કરવા મુદ્દે વિપક્ષની નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના 12 પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન ન લેવાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ હતો.