લોકસભાનીચુંટણી સમયે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો અને તમામ પદ પરથી રાજીનામું આપી ધરી દીધું હતું. આ બધી ઘટના વચ્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાના મામલે કોંગ્રેસ પાર્ટીને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તરફથી ઝટકો મળ્યો છે. વિધાનસભા અધ્યક્ષે અલ્પેશ ઠાકોર મુદ્દે કરવામાં આવેલી અરજી અંગે કોંગ્રેસને નોટિસ મોકલી છે. કોંગ્રેસને એટલા માટે નોટિસ મોકલવામાં આવી છે કારણ કે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ્દ કરવાની જે અરજી આપી છે, તે ખામીયુક્ત છે અને આપવામાં આવેલી અરજીમાં ઘણી જગ્યાએ સાઇન કરવામાં આવી નથી, એટલા માટે
કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ્દ કરવા માટે પુરાવા આપ્યા હતા. અરજીના પુરાવામાં ઓથેન્ટિકેશનનો અભાવ જોવા મળ્યો હોવાનું કહેવાય છે. કોંગ્રેસને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, કે જે ખામીઓ છે, તેમાં સુધારો કરવામાં આવે. એટલે ટૂંકમાં કહીએ તો અલ્પેશ ઠાકોરને હાલ પૂરતી તો રાહત મળી છે.