૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં 23 મે ના દિવસે આવેલ પરિણામો ભાજપ તરફી આવ્યા છે અને એકવાર ફરીથી ભાજપ તોડ જોડની નીતિ અપનાવે તેવી સંભાવના છે. કોંગ્રેસને સતત ડર સતાવી રહ્યો છે કે પોતાના નેતા ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને NCPને પોતાના ધારાસભ્યો ગુમાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનારી કોંગ્રેસ અને NCPને પોતાના નેતાઓને BJP માં જતા રહેવાની સમસ્યા સામે લડવું પડી રહ્યું છે. જો કે મહારાષ્ટ્રમાં હાલ NDA સરકાર સ્થિર છે પરંતુ કોંગ્રેસ અને NCP ની હાલની સ્થિતિ જોતા ઘણાં ધારાસભ્યો અને પદાધિકારીઓ પાર્ટી છોડીને BJPમાં પ્રવેશ મેળવે તેવી સંભાવના છે. NCP એ મુંબઇમાં હારના કારણો શોધવા માટે રાખેલી મીટિંગમાં પણ આ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટોચના નેતાઓને ડર છે હાલનું પ્રદર્શન જોઇને કેટલાક નેતાઓ BJP અને સરકારનો ભાગ બની શકે છે.
જયારે રાજસ્થાનમાં પણ સરકાર જવાની શક્યતા કોંગ્રેસને સતાવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ કરશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.