બેંગલુરની એક કંપનીના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એન્જિનિયર અતુલ સુભાષ મોદીએ આત્મહત્યા કરી છે. તેણે આત્મહત્યા કરતાં પહેલા લગભગ 1.20 કલાકનો વીડિયો પણ પોષ્ટ કર્યો છે. આ ઉપરાંત 23 પેજની સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે મોત પાછળ પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને જવાબદાર ઠેરવ્યા છે. જોકે આત્મહત્યા જેવું પગલું ભરનાર સુભાષ એકલા નથી. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને નેશનલ ક્રાઇમ રૅકોર્ડ બ્યુરો(NCRB)ના ડેટા મુજબ મહિલાઓ કરતાં પુરુષો સૌથી વધુ આત્મહત્યા કરે છે. ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં દર વર્ષે સાત લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે, જ્યારે ભારતમાં આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે.