વડોદરામાં ૨૦ ઈંચ વરસાદ બાદ પૂરની ગંભીર સ્થિતિ સર્જાતાં લોકો ઉપર આભ, નીચે ધરતી અને વચ્ચે પાણીમાં ભગવાન ભરોસે જીવવા મજબૂર બન્યા છે. સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાથી લોકોને ભારે હાલાકીમાં રહેવા મજબૂર બનવું પડયું છે. હજુ લોકો મદદ માટે ચિત્કાર કરી રહ્યા છે પણ ત્યાં સુધી વહીવટી તંત્ર પહોંચી શક્યું નથી. સતત બીજા દિવસે પણ શહેર બેહાલ રહ્યું હતું અને શહેર આખું જુદા-જુદા ટાપુમાં ફેરવાયું હતું. એક વિસ્તાર બીજા વિસ્તારથી વિખૂટો પડી ગયો હતો. શહેરમાં બીજા દિવસે ડૂબી જતાં બેનાં અને કરંટથી એક, સાથે કુલ ત્રણનાં મોત નિપજ્યાં હતાં. શહેરમાંથી ૫૦૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. અડધા શહેરમાં અંધારપટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.