દેશની બેન્કો પાસેથી કરોડોની લોન લઈને તેની ચૂકવણી કરવામાં નિષ્ફળ જનાર મોટા માથાઓનાં નામ જાહેર કરવા સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશન (CIC) દ્વારા રિઝર્વ બેન્કને આદેશ આપવામાં આવ્યો છે. આરબીઆઈએ પૈસાની વસૂલાત માટે બેન્કોને મોકલેલી મોટા લોન ડિફોલ્ટર્સની યાદી જાહેર કરવા તેણે ફરમાન કર્યું છે. લખનઉનાં આરટીઆઈ કાર્યકર નુતન ઠાકુરે કરેલી અરજીને આધારે CICએ મોટા લોન ડીફોલ્ટર્સનાં નામ જાહેર કરવા આદેશ આપ્યો છે. નુતન ઠાકુરે કેટલાક મીડિયા રિપોર્ટને આધારે RTI અરજી કરી હતી જેમાં આરબીઆઈનાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ ૨૦૧૭માં તેમનાં પ્રવચનમાં કરેલી વાતને ટાંકવામાં આવી હતી. વિરલ આચાર્યએ કહ્યું હતું કે, તેમણે પૈસાની વસૂલાત માટે કેટલાક મોટા લોન .ડીફોલ્ટર્સનાં નામ બેન્કોને મોકલી આપ્યા છે.