અમદાવાદમાં મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી હતી.
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમના સોશિયલ મીડિયા પર સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યુ હતું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય કરશે.