કેન્દ્ર સરકાર એ ગાંધી પરિવારને સુરક્ષા આપનારી સ્પેશલ પ્રોટેક્શન ગ્રુપ ને નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. કેન્દ્ર તરફથી ગાંધી પરિવારના કોઈ પણ સભ્યના વિદેશ પ્રવાસ જવા દરમિયાન પૂરો સમય તેમના માટે એસપીજી સુરક્ષા અનિવાર્ય કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, જો તેઓ તેનો સ્વીકાર નથી કરતાં તો સુરક્ષા કારણોને ધ્યાને લઈ તેમના વિદેશ પ્રવાસમાં કાપ પણ મૂકી શકાય છે. નોંધનીય છે કે, અત્યાર સુધી એસપીજી સુરક્ષાકર્મી પહેલા વિદેશી ડેસ્ટિનેશન સુધી જ ગાંધી પરિવારની સાથે જતા હતા. ત્યારબાદ ગાંધી પરિવારના સભ્ય પોતાની અંગતતાનો હવાલો આપીને તમામ સુરક્ષાકર્મીઓને ભારત પરત મોકલી દેતા હતા. તેના કારણે આગળના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના માટે જોખમ વધી જતું હતું.