કેન્દ્ર સરકારે દેશમાં જાતિ આધારિત વસતી ગણતરીનો સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે પછાત વર્ગોની જાતિ આધારિત વસતી ગણતરી વહીવટીરૂપે ખૂબ જ મુશ્કેલ કામ છે અને વસતી ગણતરીના દાયરાથી આ પ્રકારની માહિતીને દૂર કરવી એ 'સાવધ નીતિવિષયક નિર્ણય' છે. બિહારમાં દસ પક્ષોના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને જાતિ આધારિત વસતી ગણતરી કરવાની માગ કરી હોવાથી સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો ધરાર ઈનકાર ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. કેન્દ્રના આ નિર્ણયથી બિહારમાં રાજકારણ ગરમાયું છે.