આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી લેવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને સલાહ આપી છે કે, તે તાત્કાલિક ધોરણે 2000ની નોટને આપવાનું બંધ કરે. જો કે, 2000 રૂપિયાની નોટ બેન્ક નોટ માન્ય મુદ્રા રહેશે. જાણકારી અનુસાર, ક્લીન નોટ પોલિસી અંતર્ગત આરબીઆઈએ આ નિર્ણય લીધો છે. આરબીઆઈએ કહ્યું કે, આ નોટ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે.
છેલ્લા કેટલાક મહિનાથી માર્કેટમાં 2000 રૂપિયાની નોટ ઓછી દેખાઈ રહી હતી. લોકોનું કહેવું હતું કે, એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ નથી નીકળતી. આ સંબંધમાં સરકારે સંસદમાં પણ જાણકારી આપી હતી.