કેન્દ્ર સરકારનું ફૂડ સબસિડી બિલ ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ લાખ કરોડ રૃપિયાને પાર થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં ફૂડ સબસિડી બિલની રકમનો લક્ષ્યાંક બે લાખ કરોડ રૃપિયા રાખવામાં આવ્યો હતો. જો ચાલુ નાણાકીય વર્ષમાં ફૂડ સબસિડી બિલ ત્રણ લાખ કરોડ રૃપિયાને પાર થઇ જશે તો તે નિર્ધારિત લક્ષ્યાંકથી ૫૦ ટકા વધુ હશે.
મફતમાં અનાજ આપવાની સ્કીમ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) ડિસેમ્બર સુધી લંબાવવામાં આવતા ફૂડ સબસિડી બિલની રકમમાં વધારો થયો છે. ફૂડ સબસિડીની આ રકમ અત્યાર સુધીની બીજી સૌથી મોટી રકમ છે. ઉલ્લેખનીય છે કે પીએમજીકેએવાય હેઠળ ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ આપવામાં આવે છે