Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે ગુરુવારે એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ઇએસઆઇ) એક્ટ હેઠળ ફાળાનો દર ૬.૫ ટકાથી ઘટાડીને ૪ ટકા કર્યો હતો. એ અન્યવે એમ્પ્લોયરનું કોન્ટ્રિબ્યુશન ૪.૭૫ ટકાથી ઘટાડી ૩.૨૫ ટકા અને એમ્પ્લોયીનું કોન્ટ્રિબ્યુશન ૧.૭૫ ટકાથી ઘટાડીને ૦.૭૫ ટકા કરાયું છે. આ નવા ઘટાડેલા દર પહેલી જુલઈથી અમલમાં આવશે અને ઘટાડાને કારણે ૩.૬ કરોડ એમ્પ્લોયી અને ૧૨.૮૫ લાખ એમ્પ્લોયરને લાભ થશે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. કોન્ટ્રિબ્યુશન રેટમાં ઘટાડાથી કર્મચારીઓને ઘણી રાહત મળશે અને એને પગલે વધુ કામદારો ઇએસઆઇ સ્કીમમાં જોડાશે. એ જ રીતે, એમ્પ્લોયરના કોન્ટ્રિબ્યૂશનમાં ઘટાડાને પગલે ખાનગી કંપનીઓ પરનું ભારણ ઓછું થશે. એને લીધે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પણ વધારો થશે એવો દાવો સરકાર વતી કરવામાં આવ્યો હતો.ઇએસઆઇના કોન્ટ્રિબ્યુશન રેટમાં ઘટાડો થવાથી કાયદાના પાલનમાં પણ સુધારો થશે. ૧૯૪૮ના ઇએસઆઇ એક્ટમાં જે વ્યક્તિનો વીમો ઉતારાયો હોય એને મેડિકલ, કેશ, મેટરનિટી, ડિસેબિલિટી અને ડિપેન્ડન્ટ બેનિફિટ્સ મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ