Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ મહામારી વચ્ચે અર્થતત્રંની સામે ભયંકર પડકારો ઊભા થયા છે અને એક પછી એક ચિંતાજનક અહેવાલો અને અભ્યાસના તારણો આવી રહ્યા છે ત્યારે બીજી ચિંતાજનક હકીકત પણ બહાર આવી છે.

કેન્દ્ર સરકારની માઠી દશા હજુ પણ ચાલુ જ રહેશે કારણકે સામાન્ય સરકારી કરજ ચાલુ નાણાકીય વર્ષના અંતે GDPના 91 ટકાની ઐતિહાસિક સપાટી પર પહોંચી જવાની ધારણા છે. મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીઝના અર્થશાસ્ત્રીઓ દ્વારા આ પ્રકારની લાલબત્તી ધરવામાં આવી છે.

ભારે ચિંતાજનક હકીકત એ છે કે 1980માં ડેટા જાળવવાની શઆત થઈ ત્યારથી અત્યાર સુધીનો આ રેકોર્ડ અનુમાન છે અને કરજની આવી ભયંકર સપાટી પ્રથમવાર જ જોવા મળશે. સરકારે ઉધાર કરવામાં જરા પણ કચાશ રાખી નથી.

અર્થશાસ્ત્રીઓના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2020માં સામાન્ય સરકારી કરજ GDP રેસિયોના 75 ટકા જેટલો હતો. નાણાકીય વર્ષ 2030 સુધીમાં કરજના રેશિયોનું પ્રમાણ 80% ના સ્તર પર પહોંચી જવાનો ખતરો રહેલો છે.

એ જ રીતે આગળના સમયમાં પણ વૃદ્ધિમાં ઘટાડો થતો રહેશે અને કરજમાં ભારણ સતત વધતું રહેશે અને આ પ્રક્રિયા 2040 સુધી યથાવત રહેશે તેવી આગાહી પણ અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે એ જ રીતે રાજ્ય સરકારો માટે પણ સૌથી વધુ ચિંતા છે કારણ કે આ કરજમાં કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારો પણ જોડાયેલી છે અને સ્વાભાવિક રીતે જ એમના પર પણ ભારણ વધતું રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ