કોરોના વાયરસ વિરુદ્ધ જારી લડાઈમાં દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે સોમવારે કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત સરકારોને મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા છે. હવે કોવિશીલ્ડ વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે અંતર વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્રના નિર્દેશ અનુસાર કોવિશીલ્ડના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 6થી 8 સપ્તાહનું અંતર હોવું જોઈએ.
કેન્દ્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે NTAGI અને વેક્સિનેશન એક્સપર્ટ ગ્રુપના તાજા રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ રાજ્ય સરકારોએ કરવો જોઈએ. દાવો કરવામાં આવ્યો છે કે જો વેક્સિનનો બીજો ડોઝ 6થી 8 સપ્તાહ વચ્ચે આપવામાં આવે તો તે વધુ લાભદાયક હશે.