ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં ઝૂલતો પૂલ તૂટતા અનેક લોકો પાણીમાં પડ્યા છે. જ્યારે રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાના જણાવ્યા અનુસાર 60 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ દિવસ પહેલા ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો. આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો.જ્યારે મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને કેન્દ્ર સરકારે બે -બે લાખની સહાય અને ઇજાગ્રસ્તને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકારે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને ચાર- ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે.