દેશમાં અત્યારે કોરોનાવાયરસ મહામારીના લીધે લોકડાઉનની જાહેરાત થઇ ગઇ છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે આગામી આદેશ ન આવે ત્યાં સુધી 2021 સેન્સસ અને NPR (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર)ની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં દેશમાં દરેક સેવાઓ ઠપ છે. મંગળવારે વડાપ્રધાન મોદીએ 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે બુધવારના રોજ સામે આવેલા વિશ્વસ્તરના આંકડાઓ પર નજર નાખીએ તો 39827 જેટલા કોરોના વાયરસથી પોઝિટિવ કેસ નવા નોંધાયા છે, જેમાં 1722 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.