દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી ઊંચાઈએ છે. દેશના સાત રાજ્યોમાં હાલ પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને વટાવી ગયો છે જ્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ડીઝલ પણ રૂ. ૧૦૦ને વટાવી ગયું છે. આમ છતાં કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે હાલ દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં ઘટાડાની સંભાવના નથી. સરકારને કોરોના સામે લડવા, ગરીબ કલ્યાણ યોજનાઓ, સામાજિક કાર્યો તથા વિકાસ કામો માટે ભંડોળની જરૂર છે. સરકારની આ જરૂરિયાત પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી પૂરી થઈ રહી છે.