કોરોના મહામારીની બીજી લહેર હવે ઓસરી રહી છે એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે કોરોના રસીકરણ મુદ્દે દેશને સંબોધન કર્યું હતું. આ સાથે વડાપ્રધાને કોરોના મહામારીની બીજી લહેરમાં અસરગ્રસ્ત ગરીબોને રાહત આપતા દિવાળી એટલે કે નવેમ્બર ૨૦૨૧ સુધી દેશના ૮૦ કરોડ લોકોને મફત રાશન આપવાની પણ જાહેરાત કરી હતી. કેન્દ્રની પીએમજીકેએવાય યોજના હેઠળ ગરીબોને પ્રતિ મહિને પાંચ કિલો અનાજ મફતમાં અપાયું છે. વધુમાં વડાપ્રધાને યોગ દિવસ એટલે કે ૨૧મી જૂનથી સમગ્ર દેશમાં ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને કેન્દ્ર સરકાર દ્વારા મફત રસી આપવાની જાહેરાત કરી હતી. કોરોનાની બીજી લહેર સમયે રસીકરણ અભિયાનમાં સર્જાયેલી અવ્યવસ્થાઓનું ઠીકરું વિપક્ષના માથે ફોડતાં વડાપ્રધાને કહ્યું કે, રાજ્યોની માગણીને પગલે તેમને ૨૫ ટકા રસીઓ સીધા ઉત્પાદકો પાસેથી ખરીદવાની સુવિધા અપાઈ હતી, પરંતુ હવે કેન્દ્ર સરકાર જ રાજ્યોને મફતમાં રસી આપશે જ્યારે ખાનગી સેક્ટર દ્વારા અપાતી રસીઓની વ્યવસ્થા જળવાઈ રહેશે.