હાથરસ ગેંગરેપ કેસ આખરે સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. યુપી સરકાર દ્વારા કરવામાં આવેલી ભલામણ કેન્દ્ર સરકારે સ્વીકારીને સીબીઆઈને કેસ ટેકઓવર કરી તપાસના આદેશ આપ્યા છે.
બીજી તરફ પીડિતાનાં ઘરમાં તેની ભાભી બનીને રહેતી શકમંદ મહિલાનું નક્સલી કનેકશન બહાર આવતા ચકચાર મચી છે. આ બનાવટી સંબંધી મહિલાએ પીડિતાનાં ઘરમાં અડ્ડો જમાવ્યો હતો અને અનેક મુદ્દે તે પીડિતાનાં પરિવારને ઉશ્કેરી રહી હતી. પોલીસ આ મહિલા અને તેનાં નક્સલી કનેકશનની તપાસ કરી રહી છે. પીડિતાનાં પરિવાર સાથે અનેક વખત આ મહિલા જોવા મળી છે. આ મહિલા મધ્યપ્રદેશનાં જબલપુરમાં રહે છે અને પોતાને ડો. રાજકુમારી તરીકે ઓળખાવે છે. ફક્ત દલિત હોવાના નાતે તે પરિવારનો વિશ્વાસ કેળવીને કેટલાક દિવસોથી પીડિતાનાં પરિવારની સાથે રહેતી હતી.